
મહેસાણા, 02 મે (હિ.સ.) :
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ (PWMU) હેઠળ ચાલી રહેલા પ્રગતિશીલ કામનું આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા SWM કન્સલ્ટન્ટ તથા તાલુકા SBM ટીમ દ્વારા સંયુક્ત રીતે કામની સમીક્ષા કરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન યુનિટના બાંધકામ, મશીનરી વ્યવસ્થા તેમજ પ્લાસ્ટિક કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી. અધિકારીઓએ કામગીરીની ગતિ, ગુણવત્તા અને સમયમર્યાદા અંગે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું.
જિલ્લા કક્ષાથી PWMU સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કચરાના યોગ્ય વિભાજન, સંગ્રહ અને રિસાયક્લિંગ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકાયો. સાથે સાથે કામ ઝડપથી પૂર્ણ થાય અને સ્થાનિક સ્તરે પ્લાસ્ટિક કચરાના સંચાલનમાં સુધારો થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગામમાં સ્વચ્છતા વધશે અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક તંત્રએ ખાતરી આપી છે કે યોજના સમયસર પૂર્ણ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR