પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી
પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં
પોરબંદરમાં જાહેરમાં કચરો  ફેંકી ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી .


પોરબંદરમાં જાહેરમાં કચરો  ફેંકી ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી .


પોરબંદરમાં જાહેરમાં કચરો  ફેંકી ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી .


પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરીની સાથે-સાથે જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત આજે વોર્ડ નં. 3વિસ્તારમાં ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે લાભ હોન્ડા શો-રૂમ દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવ્યો હતો તેમજ રીનોવેશન બાદ ઉત્પન્ન થયેલો કાટમાળ પણ જાહેર સ્થળે નાંખવામાં આવ્યો હતો. આ બાબત ગંભીર ગણાવી મહાનગરપાલિકાએ સંબંધિત સંસ્થાને રૂ. 2000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ શો-રૂમ સંચાલકોને ત્રણ દિવસની અંદર જાહેરમાં નાંખવામાં આવેલ કાટમાળ દૂર કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં કાટમાળ દૂર ન કરવામાં આવે તો વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે પણ ચેતવણી આપવામાં આવી છે.

મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે તેઓ શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે, જાહેરમાં કચરો કે કાટમાળ નાંખે નહીં અને સ્વચ્છતા નિયમોનું પાલન કરે. શહેરની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને કચરો હંમેશા ડસ્ટબિનમાં જ એકત્રિત કરો તથા મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા વાહન સેવામાં જ સોંપવા સર્વ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande