

પોરબંદર, 02 મે (હિ.સ.)પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઈન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન વર્ષ 2019માં કમલાબાગ પો.સ્ટે. માં છેતરપિંડી, વિશ્વાસઘાત તથા એટ્રોસિટીની કલમ હેઠળ નોંધાયેલ ગુનાના નાસ્તા-ફરતા આરોપી રાજુભાઈ સાજણભાઈ કેશવાલા સુરત હોવાની બાતમી મળતા બાતમીના આધારે આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને ઝડપી પોરબંદર લાવી આગળની તપાસ માટે કમલાબાગ પોલીસ સ્ટેશન સોંપી અપાયો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઈન્સ. એચ.એમ.જાડેજા, એ.એસ.આઈ. એચ.કે. પરમાર, જે.આર.કટારા, પિયુષભાઇ બોદર, હરેશભાઈ સિસોદીયા, HC પિયુષભાઈ સીસોદીયા, કેશુભાઈ ગોરાણીયા, વજશીભાઈ વરૂ, જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા, PC આકાશભાઈ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya