
પોરબંદર, 02 મે (હિ.સ.)પોરબંદરના કુતિયાણા ગામે દ્રશ્ય ફિલ્મ જેવી એક સ્ટોરી સામે આવી છે. દોઢ વર્ષ પૂર્વે ગુમ થયેલા યુવાનની હત્યા તેમના જ મિત્રએ કરી હતી એટલુ જ નહિં પોતાના ઘરમા લાકડા અને પેટ્રોલથી અગ્નિદાહ આપી દીધો હતો અને તેમના અસ્થિને ભાદર નદીમા પધરાવી દીધા હતા પોલીસ તપાસમા યુવાનની હત્યાનો પર્દાફાશ થતા સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
ઉપેલેટાના મોટી પાનેલી ગામે રહેતા ગોવિંદભાઇ વિસાભાઇ મેથાણીયાનો પુત્ર નરેન્દ્ર ઉર્ફે ભરત પોરબંદરના કુતિયાણાના ચૌટા ગામે રહેતા માલદે દેવા નંદાણીયા સાથે રહેતો હતો અને છેલ્લા દોઢ વર્ષથી તે ગુમ થયો હતો આ અંગે ગોવિંભાઇ મેથાણીયાએ કુતિયાણા પોલીસ સ્ટેશનમા જાણ કરી હતી અને તેમણે માલદે નંદાણીયા સામે કેટલીક શંકા પણ વ્યકત કરી હતી જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી અંતે દોઢ વર્ષ બાદ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉંચકાયો હતો જયારે સમગ્ર હકિકત સામે આવી ત્યારે પોલીસ ચોકી ઉઠી હતી.તો યુવાનના પરિવારજનોના પગ નીચેથી જમર્માંન સરકી ગઇ હતી આ બનાવ અંગે ડીવાયએસપી ધવલ સુતરીયાએપત્રકાર પરિષદમા એવી વિગત આપી હતી મુળ પાનેલી ગામનો નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદભાઈ મેથાણીયા આ ઘટનાના છ -આઠ મહિનાથી માલદે દેવા નંદાણીયા નામના શખ્સ સાથ રહેતો અને તેમની પાન-બીડીની દુકાનમા સાથે કામ કરતો હતો ગત
તા.1-1-2025ના રોજ મઢડા સોનલ બીજની ઉજવણી બાબતે નરેન્દ્ર અને માલદે વચ્ચે ઝઘડો થયો હતો આ દરમ્યાન માલદે ઉશ્કેરાય અને પથ્થરના ઘા ઝીકી નરેન્દ્રની હત્યા કરી હતી ત્યાર બાદ લાકડા અને પેટ્રોલની મદદથી નરેન્દ્રના મૃતદેહને અગ્નિદાહ આપી દીધો હતો ત્યાર બાદ તેમના અસ્થિને ભાદર નદીમા પધરાવી દીધા હતા કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે તેમ નરેન્દ્રની હત્યાનો પર્દાફાશ કરવામા કુતિયાણા પોલીસને સફળતા મળી છે. આરોપી હાલ પોલીસના હાથ વેંતમા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.આ બનાવને લઈ સમગ્ર પોરબંદર જીલ્લમા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya