ધારી પાસે ફન રિસોર્ટમાં ચોરીનો કાંડ: 11.5 લાખના દાગીના લઈ તસ્કર ફરાર, CCTVમાં કેદ
અમરેલી, 02 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલી ફન રિસોર્ટ એન્ડ હોટેલમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, અજાણ્યો તસ્કર રિસોર્ટની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને મહેમાનના રૂમ સુધી પહોંચ્યો હતો. ઘટનાના સમયે રિસોર્ટમાં લગ્ન પ
ધારી પાસે ફન રિસોર્ટમાં ચોરીનો કાંડ: 11.5 લાખના દાગીના લઈ તસ્કર ફરાર, CCTVમાં કેદ


અમરેલી, 02 મે (હિ.સ.) :

અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલી ફન રિસોર્ટ એન્ડ હોટેલમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, અજાણ્યો તસ્કર રિસોર્ટની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને મહેમાનના રૂમ સુધી પહોંચ્યો હતો. ઘટનાના સમયે રિસોર્ટમાં લગ્ન પ્રસંગ ચાલતો હોવાથી મહેમાનોની ભારે અવરજવર હતી, જેને તસ્કરે મોકો બનાવી લીધો હતો.

તસ્કરે મહેમાનના રૂમમાંથી અંદાજે 11.5 લાખ રૂપિયાના સોનાં-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના રિસોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કર દીવાલ કૂદીને અંદર પ્રવેશતો અને બહાર નીકળતો દેખાઈ રહ્યો છે.

આ બનાવને પગલે રિસોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. મહેમાનોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે તસ્કરને ઝડપી પાડવા માટે જુદા જુદા દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande