
વલસાડ, 02 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.)એ પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી ખાતેથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી અમૃતલાલ પરમાનંદ દોડેજા (હાલ રહે. ધારાગીરી હળપતિવાસ, તા. જી. નવસારી, મૂળ રહે. સામપર્ણ એપાર્ટમેન્ટ, છપરા રોડ, નવસારી) ને નવસારીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં. 11200011251138/2025 હેઠળ પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ), 81, 98(2), 116(ખ) મુજબ ગુનો નોંધાયેલ છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પો.સ.ઇ. જે.બી. ધનેશા તેમજ સ્ટાફના જયરામભાઈ બાબુભાઈ, સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ, દશરથ જગદીશભાઈ, વિવેક ઘનશ્યામભાઈ અને હરદીપસિંહ હેતુભાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha