પશ્ચિમ રેલવે અમદાવાદના એસપી યશપાલ જગાણિયાએ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું
મહેસાણા, 02 મે (હિ.સ.) : મહેસાણા ખાતે રેલવે પોલીસ સ્ટેશનમાં આજે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું, જેમાં પશ્ચિમ રેલવે, અમદાવાદના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું. ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા,
પશ્ચિમ રેલવે અમદાવાદના એસપી યશપાલ જગાણિયાએ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું


મહેસાણા, 02 મે (હિ.સ.) :

મહેસાણા ખાતે રેલવે પોલીસ સ્ટેશનમાં આજે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું, જેમાં પશ્ચિમ રેલવે, અમદાવાદના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું. ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા, રેકોર્ડ મેન્ટેનન્સ અને સ્ટાફની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. એસપી યશપાલ જગાણિયાએ પોલીસ કર્મચારીઓ સાથે બેઠક કરી અને તેમની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને મુસાફરોની સુરક્ષા, ગુનાખોરી પર નિયંત્રણ અને તાત્કાલિક પ્રતિસાદ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સૂચનાઓ આપવામાં આવી. તેમણે સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લઈને દસ્તાવેજોની તપાસ કરી અને વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યું. સાથે સાથે પોલીસ સ્ટાફને શિસ્ત, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ અવસરે અધિકારીઓએ જણાવ્યું કે આવું વાર્ષિક ઇન્સ્પેક્શન પોલીસ વિભાગની કાર્યક્ષમતા વધારવા માટે ખૂબ જ જરૂરી છે. આથી સેવા ગુણવત્તામાં સુધારો થાય છે અને મુસાફરોને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરુ પાડવામાં મદદ મળે છે. આ ઇન્સ્પેક્શનથી સ્ટાફમાં ઉત્સાહ વધ્યો છે અને તેઓ વધુ અસરકારક રીતે ફરજ નિભાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande