ભાવનગર જિલ્લામાં રહેતા પશુપાલક ગિરધરભાઈ દૂધનું વેચાણ કરીને મહિને 60,000 કરતા પણ વધુની આવક મેળવી રહ્યા છે
ભાવનગર, 02 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે કેટલાક યુવા વર્ગ પણ ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ પશુપાલનનો વ્યવસાય શરૂ કરતા હોય છે તો કેટલાક ખેડૂતો ખેતી કામની સાથે સ
પશુ પાલન


ભાવનગર, 02 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે કેટલાક યુવા વર્ગ પણ ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ પશુપાલનનો વ્યવસાય શરૂ કરતા હોય છે તો કેટલાક ખેડૂતો ખેતી કામની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરી તેમાંથી લાખો રૂપિયાની આવક મેળવતા હોય છે પશુપાલન વિભાગ દ્વારા પણ પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ પણ પશુપાલકો લઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઝડકલા ગામે રહેતા કાશેલા ગિરધરભાઈ જેવો છેલ્લા ઘણા વર્ષથી ખેતીના વ્યવસાય અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે ફક્ત ખેતી જ કરતા હતા પરંતુ બે ભેસોની ખરીદી કરી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો આજે તેઓ પાસે 14 જેટલા નાના મોટા પશુઓ રહેલા છે રોજના માટે 35 l જેટલું દૂધ થઈ રહ્યું છે આ દૂધનું વેચાણ કરીને પોતે મહિને 60,000 કરતાં પણ વધુની આવક મેળવી રહ્યા છે હાલમાં જ તેઓને પશુપાલન વિભાગ દ્વારા જેસર તાલુકામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે.

આ અંગે ઝડકલા ગામના વતની ગિરધરભાઈ કાશેલાએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી પશુપાલનનો વ્યવસાય કરું છું મેં ઓછો અભ્યાસ કરેલો હોવાના કારણે પ્રથમ ખેતીના વ્યવસાય સાથે જોડાયો હતો ત્યારબાદ ધીરે ધીરે મને વિચાર આવ્યો કે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ શરૂ કરવો જોઈએ જેથી છેલ્લા ઘણા સમય પહેલા મેં બે દેશોની ખરીદી કરીને મારો આવ્યો સમય શરૂ કર્યો હતો અને તેમાં મને આજે ખૂબ સારી સફળતા મળી છે. હાલ મારી પાસે નાના મોટા થઈને 14 જેટલા પશુઓ રહેલા છે ખાસ તો પશુઓની દિવસ દરમિયાન યોગ્ય સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી હોય છે.

સૌપ્રથમ સવારે પશુઓને લીલો તેમજ સુકો ઘાસચારો આપવામાં આવે છે ત્યારબાદ બપોરે અને ત્યારબાદ સાંજે ખાનદાન વગેરે આપી અને ફરીવાર ઘાસચારો આપવામાં આવે છે સમયસર તેની સાર સંભાળ રાખવાના કારણે તેનું દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહે છે. હાલ મારે રોજના માટે એક ટાઈમનું 15 થી 18 l જેટલું દૂધ થઈ રહ્યું છે હાલ મારે ચાર પશુઓ દૂધ આપી રહ્યા છે બંને ટાઈમનું મળીને 30થી 35 લીટર જેટલું દૂધ થઈ રહ્યું છે તેનો મને 80 રૂપિયાથી લઈને 85 રૂપિયા સુધી ભાવ મળી રહ્યો છે.તૈયાર થતાં દૂધનું વેચાણ છૂટક તેમજ ડેરીમાં પણ ભરી રહ્યો છું હાલમાં જ મને પશુપાલન વિભાગ દ્વારા જેસર તાલુકામાં શ્રેષ્ઠ પશુપાલકનો પ્રથમ ક્રમાંક આવ્યો હોવાના કારણે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને 20 હજાર રૂપિયા રોકડ રકમ પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande