ભાવનગર પ્રાંત અધિકારીની ઉંડવી પીએચસીમાં આકસ્મિક તપાસણી : ગેરહાજર બે મહિલા કર્મચારીઓને નોટિસ
ભાવનગર, 02 મે (હિ.સ.) : પ્રાંત અધિકારી દ્વારા ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અચાનક આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે આરોગ્ય તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રની કામગીરીનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને સ્ટાફ સાથે વિવિધ મ
ભાવનગર


ભાવનગર, 02 મે (હિ.સ.) : પ્રાંત અધિકારી દ્વારા ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અચાનક આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે આરોગ્ય તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રની કામગીરીનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને સ્ટાફ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તપાસણી દરમ્યાન પ્રાંત અધિકારીએ ઓપીડીની વ્યવસ્થા, દર્દીઓની હાજરી, સારવારની ગુણવત્તા તેમજ વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત, દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે કે નહીં તેની પણ ખાતરી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને તે માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

આકસ્મિક તપાસણી દરમ્યાન બે મહિલા કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવતા પ્રાંત અધિકારીએ તાત્કાલિક અસરથી તેમને નોટિસ ફટકારી હતી અને સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આ કાર્યવાહી બાદ આરોગ્ય કેન્દ્રના અન્ય કર્મચારીઓમાં ફાફડાટનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે તેવો કડક સંદેશ આ તપાસણી દ્વારા આપવામાં આવ્યો છે. નિયમિત હાજરી અને જવાબદારીપૂર્વક ફરજ બજાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી આરોગ્ય કેન્દ્રોની કામગીરીમાં વધુ પારદર્શિતા અને જવાબદારીની ભાવના વિકસશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande