જામનગર નજીક હાઈવે પર રાહદારી વૃદ્ધાને બચાવવા જતા બાઇક સ્લીપ થવાથી ધ્રોલના યુવકનું મોત
જામનગર, 02 મે (હિ.સ.) : જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધુંવાવ ગામના પાટીયા પાસે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક ધ્રોળના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધ મહિલાને બચાવવા જતાં બાઈક સ્લીપ થવાથી આ અકસ
આપઘાત મોત


જામનગર, 02 મે (હિ.સ.) : જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધુંવાવ ગામના પાટીયા પાસે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક ધ્રોળના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધ મહિલાને બચાવવા જતાં બાઈક સ્લીપ થવાથી આ અકસ્માત નડ્યો હતો. બનાવની જાણના આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના આ બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ-જામનગર હાઈવે રોડ પર ધુવાવ ગામ પાસે આવેલ મલંગશા પીરની દરગાહ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતો સુનીલ બીજલભાઈ ચૌહાણ (ઉં.વ.37) નામનો યુવાન ગત્ તા.26/04/2026ના રોજ રાત્રે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં પોતાનું જીજે-10-ઇઇ-5347 નંબરનું મોટરસાઇકલ લઇ જામનગરથી ધ્રોલ તરફ જઇ રહ્યો હતો.

દરમિયાન યુવાન જ્યારે ધુંવાવ ગામ પાસે આવેલ મંગલશા પીરની દરગાહ પાસે પહોંચ્યો ત્યારે રસ્તા પર ચાલતા એક વૃદ્ધ મહિલાને બચાવવા જતાં યુવાન પોતાનું વાહન કાબુમાં રાખી શક્યો ન હતો અને બાઇક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુનીલભાઈને માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમજ શરીરે અન્ય ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના પિતા બીજલભાઈ અરજણભાઈ ચૌહાણ (ઉંમર 60, રહે. ચામુંડા પ્લોટ, ધ્રોલ) દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે, અને પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande