
નવી દિલ્હી, 28 મે (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, ગુરુવારે મોટો સંગઠનાત્મક ફેરફાર કરતા દિલ્હી, હરિયાણા, પંજાબ અને ત્રિપુરામાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે.
ભાજપે દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને, નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત કર્યા છે. જ્યારે, હરિયાણામાં મહિલા નેતા અર્ચના ગુપ્તાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા, ભાજપે પંજાબમાં પણ સંગઠનાત્મક ફેરફાર કર્યો છે. પાર્ટીએ પંજાબ ભાજપની કમાન કેવલ સિંહ ધિલ્લોનને સોંપી છે. આ સિવાય ત્રિપુરામાં ધારાસભ્ય અભિષેક દેબરોયને પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આ નિમણૂકોને મંજૂરી આપી છે. પાર્ટી નેતૃત્વનું માનવું છે કે નવા પ્રદેશ પ્રમુખ સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં વધુ સારું પ્રદર્શન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ