પશ્ચિમ બંગાળમાં લાગુ થશે એનએચએમ, કેન્દ્રએ મંજૂર કર્યા 2103 કરોડ : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી
કોલકતા, નવી દિલ્હી, 30 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શનિવારે જાહેરાત કરી કે, રાજ્યમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (એનએચએમ) લાગુ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે 2103 કરોડની મંજૂરી આપી છે, જેમાંથી 527 કરોડ રૂપિયાનો પ્રથમ હ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી


કોલકતા, નવી દિલ્હી, 30 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શનિવારે જાહેરાત કરી કે, રાજ્યમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (એનએચએમ) લાગુ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે 2103 કરોડની મંજૂરી આપી છે, જેમાંથી 527 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો રાજ્યને મળી ચૂક્યો છે.

કોલકતામાં આરોગ્ય વિભાગના એક કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાથી રાજ્યમાં આરોગ્ય સેવાઓના માળખાને મજબૂત કરવા અને લોકો સુધી વધુ સારી તબીબી સુવિધાઓ પહોંચાડવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે કેન્દ્ર પાસેથી મળેલી રકમનો ઉપયોગ આરોગ્ય સેવા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 1.36 કરોડથી વધુ પરિવારોને આરોગ્ય સુરક્ષાનો લાભ મળશે. તેમણે કહ્યું કે, આ યોજના દ્વારા રાજ્યની મોટી વસ્તી સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલોની દેખરેખ રાખવા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર નજર રાખવા માટે નિયંત્રણ કક્ષ (કંટ્રોલ રૂમ) સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ નિયંત્રણ કક્ષો દ્વારા હોસ્પિટલોની કામગીરીની નિયમિત સમીક્ષા કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અને આયુષ્માન ભારત યોજનાના અસરકારક અમલીકરણથી પશ્ચિમ બંગાળમાં આરોગ્ય ક્ષેત્રને નવી મજબૂતી મળશે અને સામાન્ય લોકોને વધુ સારી અને સરળ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande