
ગંગટોક, નવી દિલ્હી, 28 મે (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુરુવારે સિક્કિમ પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ 'નિશાન' એનાયત કરશે. રાજધાનીના પાલજોર સ્ટેડિયમમાં આયોજિત થનારા ભવ્ય અલંકરણ સમારોહ દરમિયાન સિક્કિમ પોલીસને સન્માનિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સિક્કિમની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાત આજે પૂર્ણ થઈ રહી છે. અંતિમ દિવસે રાષ્ટ્રપતિ સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિનો પોલીસ કલર એવોર્ડ 'નિશાન' એનાયત કરશે. આ પુરસ્કાર સિક્કિમ પોલીસને રાજ્યવાસીઓ પ્રત્યેની તેમની સરાહનીય સેવા માટે આપવામાં આવી રહ્યો છે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું રાજ્ય છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ત્રણ દિવસીય મુલાકાતે 26 મેના રોજ ગંગટોક પહોંચ્યા હતા. પ્રથમ દિવસે તેમણે રાજધાનીના મૈત્રેય મંજરી સંકુલમાં ઓર્કિડેરિયમની મુલાકાત લીધી હતી, જે રાજ્યની સુવર્ણ જયંતીનું પ્રતીક છે. તે જ દિવસે તેમણે રાજધાની નજીક દેવરાલીમાં નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજીની મુલાકાત લીધી હતી.
મુલાકાતના બીજા દિવસે મંગળવારે રાષ્ટ્રપતિએ, પિંક સિટી રનર બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બસ સેવા સિક્કિમ સરકાર દ્વારા મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ, ગઈકાલે સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સાતમા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો. ભારત-ચીન સરહદી વિસ્તાર નાથુલાની તેમની સવારની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ