વડાપ્રધાન મોદીએ વિનમ્રતા, ક્ષમાશીલતા અને શ્રેષ્ઠ આચરણ પર આધારિત સંસ્કૃત સુભાષિત શેર કર્યું
નવી દિલ્હી, 29 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિનમ્રતા, ક્ષમાશીલતા અને શ્રેષ્ઠ આચરણના મહત્વને રેખાંકિત કરતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, આ જ ગુણો વ્યક્તિના સાચા આભૂષણો છે અને આ જ મૂલ્યો સાથે દેશવાસીઓ વિકસિત ભારતના સં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 29 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિનમ્રતા, ક્ષમાશીલતા અને શ્રેષ્ઠ આચરણના મહત્વને રેખાંકિત કરતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, આ જ ગુણો વ્યક્તિના સાચા આભૂષણો છે અને આ જ મૂલ્યો સાથે દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સતત જોડાયેલા છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું, “વિનમ્રતા, ક્ષમાશીલતા અને ઉત્તમ આચરણ જ વ્યક્તિત્વના સાચા આભૂષણો છે. આ ગુણોની સાથે જ આજે દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિમાં સતત જોડાયેલા છે.”

વડાપ્રધાને સંસ્કૃત શ્લોક શેર કર્યો

“तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता।

भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत।।

વડાપ્રધાને જણાવ્યું કે, આ સુભાષિત દર્શાવે છે કે તેજ, ક્ષમા, અટલ ધૈર્ય, પવિત્ર આચરણ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને અહંકાર મુક્ત વિનમ્ર વ્યક્તિત્વ; આ તમામ ગુણો દૈવી પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિની ઓળખ માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande