
હમીરપુર, નવી દિલ્હી, 29 મે (હિં.સ.) ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર બની રહેલા, પુલનો સ્લેબ શટરિંગ સહિત તીવ્ર વાવાઝોડામાં ધરાશાયી થતાં છ મજૂરોના મોત થયા છે. જ્યારે, અન્ય કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.
લલપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી રાકેશ સરોજે જણાવ્યું કે, શુક્રવારે વહેલી પરોઢે લગભગ 3 વાગ્યે તીવ્ર વાવાઝોડામાં પુલના એક હિસ્સાનો સ્લેબ શટરિંગ સહિત તૂટી પડ્યો, જેના કારણે બાંદા નિવાસી લોકેન્દ્ર, કુલદીપ, સાવંત યાદવ, સ્વાસા લલપુરાના પુષ્પેન્દ્ર સિંહ અને અછપુરા લલપુરાના રાજેશ પાલના મોત થયા છે. આ ઉપરાંત, અવધેશ, કલ્લુ, રાજેશ સહિત અન્ય મજૂરો પણ કાટમાળમાં દટાયા છે, જેમને બચાવવા માટે SDRF ની ટીમ બચાવ અભિયાન ચલાવી રહી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદની પહેલ પર બે વર્ષ પહેલાં લલપુરાના મોરકંદર અને કુરારાના કંડુર વચ્ચે નવા પુલનું નિર્માણ શરૂ થયું હતું અને અનેક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ મિશ્રા / મહેશ પટૈરિયા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ