ઉત્તરાખંડમાં હવામાને મિજાજ બદલ્યો, 5 જિલ્લામાં ભારે વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ
દેહરાદૂન, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). ઉત્તરાખંડમાં શુક્રવારે હવામાન અચાનક પલટાઈ ગયું. હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર 3800 મીટર અને તેથી
પ્રતીકાત્મક


દેહરાદૂન, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). ઉત્તરાખંડમાં શુક્રવારે હવામાન અચાનક પલટાઈ ગયું. હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.

વિભાગના જણાવ્યા અનુસાર 3800 મીટર અને તેથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. બીજી તરફ, પર્વતીય જિલ્લાઓમાં કેટલાય સ્થળોએ ભારે ગાજવીજ, આકાશી વીજળી, કરા પડવા અને તેજ પવન ફૂંકાવાની આશંકા છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, પહાડી જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે કેટલાક સ્થળોએ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગે ઉત્તરકાશી, દેહરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં ક્યાંક-ક્યાંક ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મેદાની જિલ્લાઓમાં પણ આકાશી વીજળી ચમકવા અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાનું અનુમાન છે.

રાજધાની દેહરાદૂનમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છથી આંશિક વાદળછાયું રહેવા, હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવી શકે છે. ત્યારબાદ આગામી 3 થી 4 દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. દેવપ્રયાગમાં 69.4 મીમી, ટિહરીમાં 56.4 મીમી, પિથોરાગઢમાં 48.5 મીમી અને મસૂરીમાં 38.2 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે કાલસીમાં 76.5 મીમી અને યમકેશ્વરમાં 74 મીમી વરસાદ નોંધાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડે / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande