મ્યાનમારના રાષ્ટ્રપતિ ભારતની પાંચ દિવસીય મુલાકાતે આજે બિહાર પહોંચશે, 01 જૂને વડાપ્રધાન મોદી સાથે વાતચીત થશે
નવી દિલ્હી, 30 મે (હિ.સ.). મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઇંગ, 30 મે થી 3 જૂન સુધી ભારતની મુલાકાતે આજે બિહારના બોધગયા પહોંચી રહ્યા છે. તેઓ 1 જૂને નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ ભારત અને મ્યાનમાર વચ્ચેના
મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઇંગ


નવી દિલ્હી, 30 મે (હિ.સ.). મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઇંગ, 30 મે થી 3 જૂન સુધી ભારતની મુલાકાતે આજે બિહારના બોધગયા પહોંચી રહ્યા છે. તેઓ 1 જૂને નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. ચૂંટણીમાં વિવાદાસ્પદ જીત બાદ એપ્રિલમાં રાષ્ટ્રપતિ બનનાર યુ મિન આંગની આ પ્રથમ વિદેશ યાત્રા છે.

મ્યાનમારના રાષ્ટ્રપતિ આજે બોધગયા આવી રહ્યા છે. તેઓ સવારે બિહારના ગયાજી એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેમને ચુસ્ત સુરક્ષા વચ્ચે હોટેલ લઈ જવામાં આવશે. તેઓ લગભગ 11 વાગ્યે મહાબોધિ મંદિર જશે, જ્યાં પ્રતિનિધિમંડળ સાથે પૂજા અને પરિભ્રમણ કરશે. મહાબોધિ મંદિર ઉપરાંત તેઓ બર્મીઝ વિહાર, મહાબોધિ ધમ્મ એકતા મોનાસ્ટ્રી, સુજાતા ટેમ્પલ અને મતંગવાપી પણ જશે.

મ્યાનમારના રાષ્ટ્રપતિ, 1 જૂને યોજાનારી ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (આઈબીસીએ) શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા, પરંતુ આફ્રિકન ખંડના કેટલાક દેશોમાં ઇબોલા વાયરસના પ્રકોપને કારણે ચોથા ભારત-આફ્રિકા ફોરમ શિખર સંમેલનને મોકૂફ રાખવામાં આવ્યું હતું. આઈબીસીએ સંમેલન પણ આની સાથે જ યોજાવાનું હતું, તેથી તેને પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. આમ છતાં, મ્યાનમારના રાષ્ટ્રપતિ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન તેઓ, 1 જૂને નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. 2 જૂને તેઓ મુંબઈ પહોંચશે, જ્યાં ઉદ્યોગ અને વ્યાપાર જગત સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે-સાથે વિવિધ ઔદ્યોગિક સ્થળોની મુલાકાત લેશે.

યુ મિન આંગ હ્લાઇંગ, મ્યાનમારના 11મા રાષ્ટ્રપતિ અને પૂર્વ સૈન્ય કમાન્ડર છે. તેઓ એપ્રિલ 2026માં મ્યાનમારના સત્તાવાર રાષ્ટ્રપતિ બન્યા છે. આ પહેલાં તેમણે ફેબ્રુઆરી 2021માં, સૈન્ય બળવા દ્વારા મ્યાનમારના ચૂંટાયેલા નેતા આંગ સાન સૂ ચીની સરકારને હટાવીને સત્તા પર કબજો મેળવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande