નમ્રતા, ક્ષમાશીલતા અને ઉત્તમ આચરણ વ્યક્તિત્વના સાચા આભૂષણ: વડાપ્રધાન
નવી દિલ્હી, 30 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે સંસ્કૃત સુભાષિત શેર કરતા કહ્યું કે, નમ્રતા, ક્ષમાશીલતા અને ઉત્તમ આચરણ જ વ્યક્તિત્વના સાચા આભૂષણ છે. તેમણે કહ્યું કે, આ ગુણોની સાથે જ આજે દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિમાં નિરંતર લ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 30 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે સંસ્કૃત સુભાષિત શેર કરતા કહ્યું કે, નમ્રતા, ક્ષમાશીલતા અને ઉત્તમ આચરણ જ વ્યક્તિત્વના સાચા આભૂષણ છે. તેમણે કહ્યું કે, આ ગુણોની સાથે જ આજે દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિમાં નિરંતર લાગેલા છે.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, “નમ્રતા, ક્ષમાશીલતા અને ઉત્તમ આચરણ જ વ્યક્તિત્વના સાચા આભૂષણ છે. આ ગુણોની સાથે જ આજે દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિમાં નિરંતર લાગેલા છે.”

આ સાથે તેમણે સંસ્કૃત સુભાષિત શેર કરતા લખ્યું:

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता।

भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत।।

આ સુભાષિતનો અર્થ એ છે કે, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, કોઈના પ્રત્યે દ્વેષ ન રાખવો અને અહંકારથી દૂર રહેવું એ એવા દૈવી ગુણો છે, જે શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિની ઓળખ હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande