ઉત્તરકાશીના ગંગનાનીમાં કાર ખીણમાં ખાબકી, 2ના મોત, ત્રણ ઘાયલ
ઉત્તરકાશી, નવી દિલ્હી, 30 મે (હિ. સ.) ઉત્તરકાશી જિલ્લાના ગંગનાની-ભટવાડી માર્ગ પર મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ
રેસ્ક્યુ કરતા કર્મીઓ


ઉત્તરકાશી, નવી દિલ્હી, 30 મે (હિ. સ.) ઉત્તરકાશી જિલ્લાના ગંગનાની-ભટવાડી માર્ગ પર મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (એસડીઆરએફ) એ, અંધારા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે ડીસીઆર ઉત્તરકાશી તરફથી એસડીઆરએફને માહિતી મળી હતી કે, ગંગનાની પાસે એક સ્વિફ્ટ કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી ગઈ છે. માહિતી મળતાની સાથે જ એસડીઆરએફ પોસ્ટ ભટવાડીની ટીમ સબ-ઇન્સ્પેક્ટર ગબ્બર સિંહ અને પોસ્ટ ઉજેલીની ટીમ કોન્સ્ટેબલ શક્તિ સિંહના નેતૃત્વમાં જરૂરી બચાવ સાધનો સાથે ઘટનાસ્થળ માટે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જોયું કે, વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હતું. બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મૃતકોની ઓળખ દામોદર હરીરામજી રામટેકર (77 વર્ષ) અને લક્ષ્મી દામોદર રામટેકર (67 વર્ષ), રહેવાસી નાગપુર, મહારાષ્ટ્ર તરીકે થઈ છે. ઘાયલોમાં વિમલ કુમાર પ્રધાન (61 વર્ષ) રહેવાસી ભુવનેશ્વર ઓડિશા, યશવીર (35 વર્ષ) રહેવાસી પંજાબ અને ઉપાસના પ્રધાન (54 વર્ષ) રહેવાસી ભુવનેશ્વર ઓડિશા સામેલ છે.

એસડીઆરએફના જવાનોએ રાતના અંધારા અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓ હોવા છતાં ઝડપી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને ખીણમાંથી સુરક્ષિત બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને રસ્તા સુધી પહોંચાડ્યા બાદ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢીને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande