બાબાસૂટ પહેરીને આવેલા તસ્કરોનો આતંક, વડોદરામાં 10 દુકાનોને નિશાન બનાવ્યો
વડોદરા, 14 જૂન (હિ.સ.) : વડોદરાના હાથીખાના APMC વિસ્તારમાં રવિવારના દિવસે તસ્કરોએ આતંક મચાવ્યો છે. બાબાસૂટ પહેરી આવેલા ત્રણ જેટલા તસ્કરોએ અનાજ અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી 10 દુકાનોનાં તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ર
ચોરી


ચોરી


ચોરી


ચોરી


વડોદરા, 14 જૂન (હિ.સ.) : વડોદરાના હાથીખાના APMC વિસ્તારમાં રવિવારના દિવસે તસ્કરોએ આતંક મચાવ્યો છે. બાબાસૂટ પહેરી આવેલા ત્રણ જેટલા તસ્કરોએ અનાજ અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી 10 દુકાનોનાં તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે હવે વેપારીઓમાં પણ અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાથીખાના એસોસિએશનના વેપારીઓ એકત્રિત થયા હતા.

હાથીખાના APMC ખાતે બાબાસૂટ પહેરી આવેલા તસ્કરોએ એક પછી એક 10 દુકાનોના તાળા તોડી અનાજ અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ CCTVમાં ત્રણ જેટલા શખ્સો જોવા મળ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. શહેરમાં ઘર બાદ હવે દુકાનો પણ સલામત ન હોવાના સવાલો ઊભા થયા છે, ત્યારે પોલીસના સુરક્ષાના દાવાઓ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande