
ગીર સોમનાથ 14 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે '૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના' અભિયાન અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં અને વેરાવળ ડાભોર કોમ્યુનિટી હોલ ખાતે વડાપ્રધાનના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત યોજનાઓ અને વિકાસાત્મક ઉપક્રમોની પ્રદર્શની યોજવામાં આવી હતી.
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલી પ્રદર્શનીના માધ્યમથી પર્યટને આવતા યાત્રિકો અને નાગરિકો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી ઉપક્રમોથી માહિતગાર થયા હતાં.
જ્યારે વેરાવળ ડાભોર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી પ્રદર્શનીમાં ટેક હોમ રાશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, માછીમારો માટે સરકારી સહાય યોજનાઓ, સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સહિતની માહિતી નાગરિકોએ મેળવી હતી.
'સમૃદ્ધ ખેડૂત હરિયાળુ ગુજરાત' અંતર્ગત આંબાપાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ, ફળ પાક વાવેતર અભિયાન, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સહિત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, ટ્રેક્ટર સહાય સ્માર્ટફોન સહાય, કાંટાણી તારની વાડ/તાર ફેન્સીંગ યોજના, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી સહિત પશુપાલન ખાતાની યોજનાઓ વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ગીર સોમનાથ પ્રાથમિક શાળા પરિવહન અને વિદ્યાર્થી ફોલોઅપ અહેવાલ, કે.જી.બી.વી, આર.ટી.ઇ. નમો લક્ષ્મી તેમજ નમો સરસ્વતી યોજના, એન.એમ.એમ.એસ સ્કોલરશીપ, માધ્યમિક શિષ્યવૃત્તિ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ અને વિદ્યાદીપ જેવી યોજનાઓની માહિતી મેળવી હતી.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, સ્વરોજગાર તાલીમ સંસ્થાન અને સૂક્ષ્મ ધિરાણ યોજનાઓ વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન, ગ્રામીણ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી, દિવ્યાંગજનો માટે કલ્યાણકારી યોજનાઓ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય સહિતની યોજનાઓની માહિતી મેળવી હતી.
આમ, આ પ્રદર્શનીના માધ્યમથી નાગરિકોએ ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ