ગીર સોમનાથ ખાતે સોમપુરા બ્રાહ્મણ સમાજ તરફથી 108 શ્રી સત્યનારાયણ કથાનું આયોજન
ગીર સોમનાથ, 14 જૂન (હિ.સ.) : પવિત્ર પુરુષોત્તમ માસ અનુસંધાને સોમપુરા બ્રાહ્મણ સમાજ તરફથી 108 શ્રી સત્યનારાયણ કથાનું દિવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. સોમપુરા બ્રાહ્મણ સમાજની વાડી ખાતે યોજાયેલ આ સમૂહ કથામાં સમાજના બહોળા પરિવારો જોડાયા હ
ગીર સોમનાથ  108  સત્યનારાયણ કથાનું દિવ્ય અને ભક્તિમય આયોજન


ગીર સોમનાથ, 14 જૂન (હિ.સ.) : પવિત્ર પુરુષોત્તમ માસ અનુસંધાને સોમપુરા બ્રાહ્મણ સમાજ તરફથી 108 શ્રી સત્યનારાયણ કથાનું દિવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. સોમપુરા બ્રાહ્મણ સમાજની વાડી ખાતે યોજાયેલ આ સમૂહ કથામાં સમાજના બહોળા પરિવારો જોડાયા હતા.

તીર્થ પુરોહિત વિભાગના મહામંત્રી વિક્રાંત પાઠકે અંગે જણાવ્યું હતું કે અમારે બ્રાહ્મણોએ માત્ર પૂજા કરાવવાની નહીં પરંપરા અનુસાર પૂજા કરવાની પણ થાય છે ત્યારે આ તો હરીહર ની ભૂમિ છે. જેમાં ભગવાન નારાયણની ઉપાસના કરવી એ અમારી પરંપરાગત ભગવદભક્તિ છે. જેથી સમગ્ર સમાજને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આશીર્વાદ મળે આ કથામાં 108 યુગલો પરિવાર સાથે જોડાયા હતા આ કથા બાદ સમૂહમાં પ્રસાદીનું પણ આયોજન થયેલ છે. આ કથામાં સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યો ટ્રસ્ટીઓ અને પ્રમુખ હેમલભાઈ ભટ્ટ સહિત સૌ ઉપસ્થિત રહી સારા આયોજન સાથે ભક્તિ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande