વડાપ્રધાન મોદીના 12 વર્ષના સેવાકાળ દરમિયાનના વિકાસ અને જનકલ્યાણલક્ષી યોજનાઓની પ્રદર્શની જૂનાગઢમાં યોજાઈ
જુનાગઢ, 14 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ''૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના'' અભિયાન અંતર્ગત જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે વડાપ્રધાનના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન કેન
વડાપ્રધાનના ૧૨ વર્ષના સેવાકાળ દરમિયાનના વિકાસ


જુનાગઢ, 14 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે '૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના' અભિયાન અંતર્ગત જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે વડાપ્રધાનના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત યોજનાઓ અને વિકાસાત્મક ઉપક્રમોની પ્રદર્શની યોજવામાં આવી હતી.

જૂનાગઢ શહેરના હાર્દ સમાન નરસિંહ મહેતા તળાવ પરિસરમાં યોજાયેલી પ્રદર્શનીના માધ્યમથી પર્યટને આવતા યાત્રિકો અને નાગરિકો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી ઉપક્રમોથી માહિતગાર થયા હતા. આ પ્રદર્શનીમાં પ્રધાનમંત્રી જન ધન યોજના, મેક ઇન ઈન્ડિયા, બેટી બચાઓ બેટી પઢાવો અભિયાન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ જેએસટી, આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આત્મનિર્ભર ભારત અભિયાન, પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય યોજના આ વિશે છેલ્લા દાયકામાં દેશભરમાં થયેલી પ્રગતિ વિશે માહિતી સભર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ પ્રદર્શનીની મુખ્ય ટીમ સંકલ્પથી સિદ્ધિ નૂતન ભારતની સફર ૨૦૧૪ થી ૨૦૨૬ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં ભારત ૩.૦ પરિવર્તનનો દાયકો આ કાર્યક્રમ હેઠળ દેશભરમાં અનેકવિધ લોક કલ્યાણલક્ષી યોજના અમલમાં મુકવામાં આવી છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ લોકલાઈઝેશન, વિસ્તૃત પીએલઆઈ કાર્યક્રમ, મેન્યુફેક્ચરિંગ અને સેમી કંડક્ટ પ્રોજેક્ટસ, ડિજિટલ ગવર્નન્સ અને એઆઈ ઇકોસિસ્ટમ આટલા વિવિધ આયમો અમલમાં મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ છેલ્લા દાયકામાં જલ જીવન મિશન,નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસી, વોકલ ફોર લોકલ મુવમેન્ટ, સેમીકંડક્ટ મિશન, ઉજ્જવલા એલઇડી યોજના, ભીમ એપ્લિકેશન, યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ વિસ્તરણ આમ વિવિધ યોજના અને કાર્યક્રમો સર્વે નાગરિકો માટે અમલમાં મુકવામાં આવ્યા છે.

આ પ્રદર્શની દરમિયાન જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરીમાં યુવા વિકાસ અધિકારીની કચેરી ની ટીમે સંકલન કર્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande