


પોરબંદર, 14 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકેના સફળ અને સુશાસનભર્યા 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર પોરબંદર જિલ્લામાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણને કેવળ ઉજવણી પૂરતી સીમિત ન રાખતા, તેને ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્ર સાથે જોડી દીધો છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર સ્વચ્છતા અભિયાન વેગવંતું બન્યું છે.
આ જનઅભિયાન અંતર્ગત આજરોજ પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં એક પ્રશંસનીય લોકભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, ગ્રામજનોની સુખાકારી અને આરોગ્યની ચિંતા કરીને ગામડાંઓમાં આવેલી ખુલ્લી, બંધ તેમજ વરસાદી પાણીના નિકાલની ગટરોની સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya