પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં હિસાબો મંજૂર
પાટણ, 15 જૂન (હિ.સ.) : પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રવિવારે સમાજના વિદ્યાર્થી ભુવન સંકુલ ખાતે પ્રમુખ કિર્તીભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં વર્ષ 2025-26ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગત વર્ષના
પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં હિસાબો મંજૂર


પાટણ, 15 જૂન (હિ.સ.) : પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રવિવારે સમાજના વિદ્યાર્થી ભુવન સંકુલ ખાતે પ્રમુખ કિર્તીભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં વર્ષ 2025-26ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગત વર્ષના રૂ. 3.23 લાખના નફા સહિતના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા.

આ પ્રસંગે ઉપપ્રમુખ અમૃતલાલ મહેતાએ સોસાયટીને ફડચામાંથી બચાવવામાં પ્રમુખ કિર્તીભાઈ ઠાકરે કરેલી જહેમતની પ્રશંસા કરી હતી. તેમના વિશિષ્ટ યોગદાન બદલ કિર્તીભાઈ ઠાકરનું શાલ અને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું.

સભામાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ જયદેવભાઈ દવે, સુનિલભાઈ વ્યાસ, ભોજનદાતા મુકેશભાઈ પંડ્યા અને મંત્રી અશ્વિનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓએ હાજરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande