
દાહોદ,15 જૂન (હિ.સ.) કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા દાહોદ જિલ્લામા વિકસિત ભારત સંમેલન સ્વામી વિવેકાનંદ સંકુલના પંડિત દીનદયાલ ઓડિટરીમ ખાતે યોજાયું હતું
કેન્દ્ર ની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા અને દેશ ને અવિરત વિકાસ ની ગતિ એ પહોંચાડનાર ગુજરાતનાં પુત્ર ની એક વધુ સિદ્ધિ ની ઉજવણી ના ભાગ રૂપે સમગ્ર ભારતમાં 15 અને 16 જૂન ના રોજ વિશ્વાશ, વિકાસ અને જનકલ્યાણના બાર વર્ષ પૂર્ણ થતા આજે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી પી. સી. બરંડા, રમેશ કટારા, વક્તા શબ્દશરણ ભ્રમભટ્ટ, સાંસદ જસ્વાતસિંહ ભાભોર તેમજ ધારાસભ્યો, પ્રભારી તેમજ પ્રબુદ્ધ નાગરિક અને દાહોદ ની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ સંમેલનમાં દાહોદ જિલ્લાના સાંસદ જસ્વાતસિંહ ભાભોર દ્વારા વડાપ્રધાન મોદીની સાથે ની સ્મૃતિઓ અને સિદ્ધિઓ વર્ણવી હતી અને મુખ્ય વક્તા શબ્દશરણ ભ્રમભટ્ટ દ્વારા મોદી સરકારમાં થયેલ દેશના અવિરત વિકાસ, સિદ્ધિઓ, યોજનાઓ અને સફળ વિદેશ નિતીઓ ની તારીફ કરી અને કહ્યું હતું કે તિરંગાની શાન વધારવાનું કામ નરેન્દ્રભાઈ એ કર્યું છે અને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે રાજ્ય મંત્રી રમેશ કટારા અને પી. સી. બરંડા એ પણ વડાપ્રધાન ની સિદ્ધિઓ ગણાવી તેઓનું અભિવાદન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah