હરિયાળુ છોટાઉદેપુર અભિયાન અંતર્ગત વાઘસ્થળ ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષા વકીલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર,15 જૂન (હિ.સ.) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 12 લાખ વૃક્ષો વાવવાના કરેલા આયોજન અને છોટાઉદેપુર ને પર્યાવરણ સંરક્ષણ અને હરીત આવરણ મા વ
વૃક્ષારોપણ


છોટાઉદેપુર,15 જૂન (હિ.સ.) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 12 લાખ વૃક્ષો વાવવાના કરેલા આયોજન અને છોટાઉદેપુર ને પર્યાવરણ સંરક્ષણ અને હરીત આવરણ મા વધારો કરવાના ઉદે્શ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર પાસે આવેલ વાઘ સ્થળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શરૂ કરેલ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જિલ્લા ના પ્રભારી મંત્રી ડોક્ટર મનીષા વકીલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ જશુરાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામમાં અનુભવો એ અત્યંત ઉપયોગી એવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પૂર્વ સાંસદ ગીતા રાઠવા પુર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા છોટાઉદેપુર વન વિભાગના અધિકારીઓ જિલ્લા ભાજપના હોદ્દેદારો વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande