મોટી કુંકાવાવમાં જુગાર પર એલસીબીનો દરોડો: પાંચ શખ્સો ₹34,250ના મુદ્દામાલ સાથે ઝડપાયા
અમરેલી,15 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત અમરેલી એલ.સી.બી. ટીમે વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે સફળ દરોડાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમ
મોટી કુંકાવાવમાં જુગાર પર એલસીબીનો દરોડો: પાંચ શખ્સો ₹34,250ના મુદ્દામાલ સાથે ઝડપાયા


અમરેલી,15 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત અમરેલી એલ.સી.બી. ટીમે વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે સફળ દરોડાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ. 34,250ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભાવનગર અને અમરેલી જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે બાતમીના આધારે મોટી કુંકાવાવ ગામના શિવનગર પાછળના વિસ્તારમાં રેઇડ કરી હતી.

દરોડા દરમિયાન પાંચ વ્યક્તિઓને પૈસાની હારજીત સાથે ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 34,200 રોકડા, 52 ગંજીપત્તાના પાના અને એક હાથબત્તી સહિત કુલ રૂ. 34,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે આરોપીઓ તથા મુદ્દામાલ વડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande