પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાની પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની મુલાકાત
ભાવનગર, 15 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પ્રગતિપથ યાત્રા-૨૦૨૬ અંતર્ગત પાલિતાણા તાલુકામાં આવેલ પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરીસરીય પ્રવાસન કે
પ્રગતિ પથ યાત્રા યોજાઈ


ભાવનગર, 15 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પ્રગતિપથ યાત્રા-૨૦૨૬ અંતર્ગત પાલિતાણા તાલુકામાં આવેલ પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરીસરીય પ્રવાસન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્ર ખાતે ચાલી રહેલી વિવિધ પર્યાવરણલક્ષી અને પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ પાંડેરિયા કેમ્પ સાઈટની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને પ્રકૃતિ આધારિત શિક્ષણ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે “એક પેડ માં કે નામ 3.0” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ કેમ્પ સાઈટ ખાતે 2100 રોપાઓના વાવેતર કાર્યક્રમનો શુભારંભ મંત્રીશ્રીના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના નિર્માણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રગતિપથ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રકલ્પો, પ્રવાસન સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલો અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણાના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વન સંરક્ષક વિરલસિંહ ચાવડા તેમજ પાલિતાણા તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દ્વારા પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના પ્રયાસોને વધુ મજબૂતી મળી હોવાનું જણાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande