અમરેલીની સોના-ચાંદીની દુકાનમાં ₹3.35 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
અમરેલી,15 જૂન (હિ.સ.) અમરેલી શહેરમાં આવેલી એક સોના-ચાંદીની દુકાનમાંથી 3,35,000ની ચોરીના ગુનાનો ભેદ અમરેલી પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે. આ મામલે સંડોવાયેલા આરોપી સોએબ દેશમુખને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણ
અમરેલીની સોના-ચાંદીની દુકાનમાં ₹3.35 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો


અમરેલી,15 જૂન (હિ.સ.) અમરેલી શહેરમાં આવેલી એક સોના-ચાંદીની દુકાનમાંથી 3,35,000ની ચોરીના ગુનાનો ભેદ અમરેલી પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે. આ મામલે સંડોવાયેલા આરોપી સોએબ દેશમુખને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી શહેરની સોના-ચાંદીની દુકાનમાં થયેલી ચોરી બાદ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વિવિધ ટેકનિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ તેમજ ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. તપાસ દરમિયાન આરોપી મહારાષ્ટ્રમાં હોવાની માહિતી મળતા પોલીસની વિશેષ ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી ચોરીના મુદ્દામાલની વસૂલાત માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કામગીરીને લઈને અમરેલી પોલીસની સતર્કતા અને ઝડપી તપાસની પ્રશંસા થઈ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande