
શ્રીભૂમિ (અસમ), નવી દિલ્હી,10 જુલાઈ (હિ.સ.) અસમના શ્રીભૂમિ જિલ્લામાં પોલીસે ડ્રગ્સ સામે ચલાવાયેલા એક મોટા અભિયાન દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયાની 30,000 યાબા ટેબ્લેટ જપ્ત કરી ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે. આ કાર્યવાહી બદલ મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ પ્રશંસા વ્યક્ત કરતાં, પોલીસને અભિનંદન આપ્યા છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર અભિયાનની માહિતી શેર કરતાં લખ્યું કે, અસમ પોલીસે નશીલા પદાર્થોની ખેપને, તેની મંઝિલે પહોંચે તે પહેલાં જ અટકાવી દીધી. તેમણે કહ્યું, દરેક ખેપની એક મંઝિલ હોય છે અને તેની મંઝિલ પોલીસ સ્ટેશન હતી. તેમણે આ સફળ અભિયાન બદલ, શ્રીભૂમિ પોલીસની પ્રશંસા કરી અને અભિનંદન આપ્યા.
ડૉ. હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, આ કાર્યવાહી ડ્રગ્સ તસ્કરીના નેટવર્કને ખતમ કરવા માટે અસમ પોલીસની સતત પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, રાજ્ય સરકાર અસમને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ માદક પદાર્થોની તસ્કરી સામેની કાર્યવાહી વધુ તેજ કરશે.
પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી યાબા ટેબ્લેટના સ્ત્રોત અને તેમની સપ્લાય ચેઇનનો પત્તો લગાવવા માટે, વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ, આ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ