અમિત શાહ 13 જુલાઈએ, ગાંધીનગરના દહેગામ એપીએમસીમાં શાકભાજી ઉપ-યાર્ડનું કરશે ઉદ્ઘાટન
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સોમવાર, 13 જુલાઈએ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કૃષિ ઉપજ બજાર સમિતિ (એપીએમસી)ના અમૃત મહોત્સવના અવસરે, નવા શાકભાજી ઉપ-યાર્ડનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં તેઓ ‘એક પેડ મા
શાહ


નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સોમવાર, 13 જુલાઈએ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કૃષિ ઉપજ બજાર સમિતિ (એપીએમસી)ના અમૃત મહોત્સવના અવસરે, નવા શાકભાજી ઉપ-યાર્ડનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં તેઓ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ, વૃક્ષારોપણ પણ કરશે અને એપીએમસી દ્વારા તૈયાર સ્મારક પ્રકાશનનું વિમોચન કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દહેગામ એપીએમસી દ્વારા વિકસિત નવું શાકભાજી ઉપ-યાર્ડ ખેડૂતો માટે આધુનિક બજાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આથી સ્થાનિક ઉત્પાદકોને વધુ સારો ભાવ મેળવવામાં, ઉપભોક્તાઓ સુધી તાજી શાકભાજી પહોંચાડવામાં અને કૃષિ બજાર વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવામાં મદદ મળશે.

અમિત શાહ આ અવસરે એપીએમસી બોર્ડના સભ્યો સાથે, સંવાદ કરશે અને સહકારી ક્ષેત્રની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરશે. કાર્યક્રમમાં સહકારી પ્રતિનિધિઓ અને એપીએમસીના સભ્યોની ભાગીદારીથી આ આયોજન ખેડૂતો અને સહકારી સંસ્થાઓ વચ્ચેના સહયોગને વધુ મજબૂત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande