ભારત–ઓસ્ટ્રેલિયા વચ્ચે, પરંપરાગત જ્ઞાનની સુરક્ષા અંગે મોટો કરાર
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) ભારત અને ઓસ્ટ્રેલિયાએ ભારતની પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી (ટીકેડીએલ) અંગે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ગુરુવારે મેલબર્નમાં યોજાયેલા ત્રીજા ભારત–ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્
કરાર


નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) ભારત અને ઓસ્ટ્રેલિયાએ ભારતની પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી (ટીકેડીએલ) અંગે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ગુરુવારે મેલબર્નમાં યોજાયેલા ત્રીજા ભારત–ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝની ઉપસ્થિતિમાં થયો.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે શુક્રવારે માહિતી આપી કે, ઓસ્ટ્રેલિયા સાથે થયેલા આ કરાર બાદ હવે 18 દેશોના પેટન્ટ કચેરીઓને ટીકેડીએલ સુધી પહોંચ મળી ચૂકી છે. ટીકેડીએલની મદદથી અત્યાર સુધી વિશ્વભરમાં 375થી વધુ એવા પેટન્ટ અરજીઓ રદ, અસ્વીકાર, સુધાર અથવા પાછી ખેંચાવવામાં આવી ચૂકી છે, જે ભારતના પરંપરાગત જ્ઞાન પર આધારિત હતી. આ કરાર ભારતની સાંસ્કૃતિક અને પરંપરાગત ધરોહરની સુરક્ષા કરવાની સાથે બંને દેશો વચ્ચે બૌદ્ધિક સંપત્તિના ક્ષેત્રમાં સહકારને પણ વધુ મજબૂત કરશે.

આ કરાર હેઠળ હવે, ઓસ્ટ્રેલિયાનું પેટન્ટ કચેરી ભારતના ટીકેડીએલ ડેટાબેઝનો ઉપયોગ કરી શકશે. જ્યારે પણ કોઈ નવી દવા, ઉપચાર અથવા પરંપરાગત જ્ઞાન સાથે જોડાયેલા પેટન્ટ માટે અરજી આવશે, ત્યારે અધિકારીઓ પહેલાં ટીકેડીએલમાં તપાસ કરશે કે આ માહિતી પહેલેથી જ ભારતના પરંપરાગત જ્ઞાનનો ભાગ તો નથી. જો એવું જણાશે તો તેના પર નવું પેટન્ટ આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ટીકેડીએલ ભારતનો એક વિશેષ ડિજિટલ ડેટાબેઝ છે, જેને વર્ષ 2001માં સીએસઆઈઆર અને આયુષ મંત્રાલયે મળીને તૈયાર કર્યો હતો. તેનો હેતુ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને સોવા રિગ્પા જેવી ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને જ્ઞાનને સુરક્ષિત રાખવાનો તથા તેના પર ખોટી રીતે પેટન્ટ આપવામાં આવવાથી રોકવાનો છે.

આ ડેટાબેઝમાં 5.2 લાખથી વધુ, પરંપરાગત નુસખા અને ઉપચાર પદ્ધતિઓ નોંધાયેલ છે. તેને અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, જાપાની અને સ્પેનિશ જેવી ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી વિશ્વભરના પેટન્ટ પરીક્ષકો તેને સરળતાથી સમજી શકે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande