
ઇમ્ફાલ, નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) મણિપુર પોલીસ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)એ સંયુક્ત કાર્યવાહીમાં 13 મેના રોજ લેઇલોન વાઇફેઈ ગામમાં છ નાગા ગ્રામવાસીઓની હત્યામાં કથિત રીતે સંડોવાયેલા બે લોકોની ધરપકડ કરી છે.
મણિપુર પોલીસ અનુસાર, આ કાર્યવાહી શુક્રવારે સવારે ગુપ્તચર માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ લેઇલોન વાઇફેઈ ગામમાં ચિહ્નિત કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી.
ધરપકડ કરાયેલા લોકોની ઓળખ પ્રદીપ અને તેની પત્ની અયિંગબી તરીકે થઈ છે. બંને લેઇલોન વાઇફેઈ ગામના રહેવાસી હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું કે, કાર્યવાહી દરમિયાન તલાશી અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
આ મામલો 13 મેના રોજ લેઇલોન વાઇફેઈ ગામમાં છ નાગા લોકોની હત્યા સાથે સંબંધિત છે. તપાસ હજુ ચાલુ હોવાથી અધિકારીઓએ આ અંગે વિગતવાર માહિતી શેર કરી નથી.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ