
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, નિઃસ્વાર્થ સેવા, લોકકલ્યાણ અને સમર્પણની ભાવનાને રેખાંકિત કરતાં આજે એક્સ પર સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવેલ કર્મ જ માનવતાની સૌથી મોટી શક્તિ છે અને આ જ સેવા-ભાવ સાથે દેશ, દરેક નાગરિકના જીવનને વધુ સારું બનાવવા ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.
સુભાષિત આ પ્રમાણે છે- “हितं यत्सर्वभूतानामात्मानश्च सुखावहम्। तत्कुर्यादीश्वरे ह्येतन्मूलं सर्वार्थसिद्धये।। ”
તેનો અર્થ છે કે, મનુષ્યે માત્ર તે જ કાર્ય કરવા જોઈએ જે તમામ પ્રાણીઓના હિતમાં હોય અને જેના દ્વારા તેની આત્માને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. આ જ ઈશ્વર પ્રત્યેનું સાચું સમર્પણ છે અને આ જ તમામ પ્રકારની સફળતા તથા આધ્યાત્મિક સિદ્ધિનો મૂળ આધાર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “નિઃસ્વાર્થ કર્મ જ માનવતાની સૌથી મોટી શક્તિ છે. અમે સેવા અને સમર્પણની આ જ ભાવના સાથે દરેકના જીવનને વધુ સારું બનાવવા ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ.”
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ