
બેલગાવી, નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક, શુક્રવારે સવારે કર્ણાટકના બેલગાવીમાં શરૂ થઈ ગઈ. ત્રણ દિવસીય આ બેઠક દરમિયાન, સંઘના કાર્યવિસ્તાર અને આગામી યોજનાઓને લઈને અનેક મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
સંઘના પ્રચાર વિભાગ મુજબ, ત્રણ દિવસીય આ બેઠકમાં, સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે, તમામ સહ સરકાર્યવાહ, અખિલ ભારતીય કાર્ય વિભાગ પ્રમુખ, સહ પ્રમુખ, કાર્યકારિણી સભ્યો, ક્ષેત્ર પ્રચારક, સહ ક્ષેત્ર પ્રચારક તેમજ તમામ 46 પ્રાંતોના પ્રાંત પ્રચારક, સહ પ્રાંત પ્રચારક અને સંઘ પ્રેરિત વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રી ભાગ લઈ રહ્યા છે.
બેઠકમાં સંઘના કાર્યવિસ્તાર અને આગામી યોજનાઓને લઈને અનેક મુખ્ય વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તેમાં માર્ચ 2026 બાદ સંઘના વિવિધ સ્તરો પર સંપન્ન થયેલા તાલીમ વર્ગોનો અહેવાલ અને શાખાઓના સ્તરે કાર્યયોજનાના અમલીકરણની દૃષ્ટિએ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સંઘ શતાબ્દી નિમિત્તે થયેલા શાખા કાર્યવિસ્તારની સમીક્ષા તથા આગામી મહત્તમ શાખા વિસ્તરણ યોજનાપર પણ ચર્ચા થશે.
આ ઉપરાંત શતાબ્દી વર્ષ દરમિયાન સંપન્ન થયેલા કાર્યક્રમોની સમીક્ષા તથા નિર્ધારિત બાકી કાર્યક્રમોની યોજના, સરસંઘચાલકની વર્ષ 2026-27ની પ્રવાસ યોજના જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સંઘ શતાબ્દી વર્ષ (2025-26)ના બાકી કાર્યક્રમો આગામી વિજયાદશમી (20 ઓક્ટોબર) સુધી ચાલશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ