સ્વાર્થી તત્વોથી સાવધાન રહો, દરેક લડાઈ કાયદાના દાયરામાં રહીને જ લડવી જોઈએ: માયાવતી
લખનૌ, નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) બહુજન સમાજ પાર્ટી (બસપા)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ શુક્રવારે કહ્યું કે, આપણને એવા સંગઠનો અને રાજકીય પક્ષોથી સતર્ક રહેવું જોઈએ, જે પોતાના સ્વાર્થ માટે લોકોને ઉશ્કેરીને રસ્તા પર ઉતારે છે. તેમણે પોતાના સમર્થકોને ક
માયાવતી


લખનૌ, નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) બહુજન સમાજ પાર્ટી (બસપા)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ શુક્રવારે કહ્યું કે, આપણને એવા સંગઠનો અને રાજકીય પક્ષોથી સતર્ક રહેવું જોઈએ, જે પોતાના સ્વાર્થ માટે લોકોને ઉશ્કેરીને રસ્તા પર ઉતારે છે. તેમણે પોતાના સમર્થકોને કાયદાના દાયરામાં રહીને લડાઈ લડવાની અપીલ કરી.

માયાવતીએ માલ એવન્યુ સ્થિત નિવાસસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં પુનરોચ્ચાર કર્યો કે, દેશના કરોડો દલિતો અને ઉપેક્ષિત વર્ગોએ પોતાના મૂળભૂત અધિકારો અને સમસ્યાઓના નિરાકરણ માટે, કેન્દ્ર અને રાજ્યોની રાજકીય સત્તાની ચાવી પોતે પોતાના હાથમાં લેવી પડશે.

માયાવતીએ પોતાના સમર્થકોને ચેતવતાં કહ્યું કે, જે પણ સંગઠનો અને પક્ષો પોતાના સંકુચિત રાજકીય સ્વાર્થ માટે આ વર્ગોના દુઃખી અને પીડિત લોકોને ઉશ્કેરીને તેમને રસ્તા પર ઉતારે છે, હંગામો અને રસ્તા જામ જેવી અફરાતફરી કરાવે છે અને પછી તેમના નેતાઓ મગરની જેમ આંસુ વહાવતાં ઘટનાસ્થળે પહોંચી પોતાના રાજકીય રોટલા શેકે છે. તેનાથી પીડિતોને ન્યાય મળવાનો નથી, ઉલટું વર્તમાન પરિસ્થિતિમાં આ વર્ગોના લોકોની મુશ્કેલી અને પરેશાની વધુ જ વધશે.

એવા સંજોગોમાં પોતાની સમસ્યાઓના ઉકેલ માટે બાબાસાહેબે બતાવેલો સાચો અને શાંતિપૂર્ણ માર્ગ, એટલે કે પોતાની એકતા અને પોતાના મતની તાકાતથી સત્તાની માસ્ટર ચાવી મેળવવી, જે લાખો દુઃખોની એકમાત્ર દવા છે અને જેના માટે બસપા સતત તત્પર અને પ્રયત્નશીલ પણ છે, આ માર્ગથી બિલકુલ ભટકવું નહીં.

આવા તમામ સંગઠનો અને પક્ષોથી આ વર્ગોના લોકોએ ખાસ કરીને વિધાનસભા અને લોકસભાના સામાન્ય ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વગેરેની ચૂંટણી નજીક અવશ્ય સાવધાન અને સતર્ક રહેવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / દીપક / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande