વંદે માતરમે દેશભક્તિને રાષ્ટ્રીય કર્તવ્ય બનાવ્યું, સરદાર પટેલે રાષ્ટ્રની એકતાની આધાર-શિલા મૂકી : ઉપરાષ્ટ્રપતિ
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.)। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે, વંદે માતરમે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને પવિત્ર રાષ્ટ્રીય કર્તવ્યમાં પરિવર્તિત કર્યું અને સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન અસંખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓને સાહસ, ત્યાગ અને આશાથી પ્રેરિત
નોલ્ા ્


નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.)। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે, વંદે માતરમે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને પવિત્ર રાષ્ટ્રીય કર્તવ્યમાં પરિવર્તિત કર્યું અને સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન અસંખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓને સાહસ, ત્યાગ અને આશાથી પ્રેરિત કર્યા. તેમણે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર રજવાડાંઓનું જ નહીં, પરંતુ દેશવાસીઓના હૃદયનું પણ એકીકરણ કર્યું અને એક રાષ્ટ્ર, એક સંવિધાન તથા સહિયારા રાષ્ટ્રીય ભવિષ્યની મજબૂત આધાર શિલા મૂકી.

ઉપરાષ્ટ્રપતિ શુક્રવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડી (આઈઆઈએએસ), શિમલા દ્વારા આયોજિત ‘વંદે માતરમની યાત્રા’ પર સ્થાયી પ્રદર્શનના ઉદ્ઘાટન તથા ‘સરદાર પટેલનું વિઝન : એકીકરણ, એકજૂટતા અને સંઘવાદ’ વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીના ઉદ્ઘાટન સત્રને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધી રહ્યા હતા.

તેમણે કહ્યું કે 'વંદે માતરમ' માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની સ્વતંત્ર ચેતનાનું પ્રતીક છે. આ ગીતે દેશભક્તિની ભાવનાને જનજન સુધી પહોંચાડી અને સ્વતંત્રતા આંદોલનને નવી ઊર્જા આપી. તેમણે કહ્યું કે આજે પણ આ ગીત રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાસ્રોત બની રહ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમણે દેશી રજવાડાંઓનું સફળતાપૂર્વક વિલય કરીને આધુનિક ભારતના રાજકીય અને વહીવટી એકીકરણને સાકાર કર્યું. તેમના દુરંદેશી નેતૃત્વે ભારતને એક મજબૂત અને સંગઠિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી.

તેમણે કહ્યું કે સાચી દેશભક્તિ માત્ર શબ્દો સુધી સીમિત ન હોવી જોઈએ, પરંતુ ઈમાનદારી, ઉત્તમ કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેના સમર્પણરૂપે દરરોજ આપણા આચરણમાં દેખાવા જોઈએ. તેમણે નાગરિકોને આહ્વાન કર્યું કે તેઓ વંદે માતરમના શાશ્વત સંદેશ અને સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના આદર્શોને આગળ વધારતાં એક એકજૂટ, આત્મવિશ્વાસી અને સમાવેશી ભારતના નિર્માણ માટે પોતાના સંકલ્પને વધુ મજબૂત કરે.

આ અવસરે ભારતીય ઉચ્ચ અભ્યાસ સંસ્થાન દ્વારા વંદે માતરમની યાત્રા વિષયક, સ્થાયી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા સરદાર પટેલની રાષ્ટ્રીય એકતા, એકીકરણ અને ભારતીય સંઘીય વ્યવસ્થા સંબંધિત દૃષ્ટિ પર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું પણ શુભારંભ થયું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande