રામ મંદિરના તમામ મુખ્ય નિર્માણ 30 જુલાઈ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય : નૃપેન્દ્ર મિશ્ર
અયોધ્યા, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે દાન ચોરીના પ્રકરણ અંગે કહ્યું કે, આ ઘટના પોતે જ “કલંક” છે. આપણે સૌ પોતાને નાના અનુભવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આશા છે કે વ્યવસ્થાઓમાં સુધારો થશે અન
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા


અયોધ્યા, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે દાન ચોરીના પ્રકરણ અંગે કહ્યું કે, આ ઘટના પોતે જ “કલંક” છે. આપણે સૌ પોતાને નાના અનુભવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આશા છે કે વ્યવસ્થાઓમાં સુધારો થશે અને ભવિષ્યમાં આવી પુનરાવૃત્તિ નહીં થાય.

શનિવારે સર્કિટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, જૂના મંદિર સ્મારકનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે ત્યાં 24 કલાક અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવાની તૈયારી છે. હુતાત્મા સ્મારકનું નિર્માણ જુલાઈના અંત સુધી પૂર્ણ થવાની આશા છે. 30 જુલાઈ સુધી રામ મંદિરના તમામ મુખ્ય નિર્માણકાર્યો પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. આશા છે કે, સમયસર કાર્ય પૂર્ણ થઈ જશે. માત્ર ચાર કિલોમીટર લાંબી ચહરદીવારીનું કામ બાકી છે, જેને 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય છે.

તેમણે જણાવ્યું કે, રામ મંદિરનું ઓડિટોરિયમ ડિસેમ્બર 2026 સુધી તૈયાર થઈ જશે. રામકથા સંગ્રહાલયની 20 ગેલેરીઓની સ્ટોરીલાઇન તૈયાર છે. વીડિયો પ્રસ્તુતિ અંગેની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે. ઉપરાંત, તેમણે જણાવ્યું કે સીઈઓની નિમણૂક માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિ અંતિમ નિર્ણય કરશે.

હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande