
ગુવાહાટી, નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) અસમ પોલીસે નશા સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ મોટી સફળતા હાંસલ કરતાં શ્રીભૂમિ જિલ્લામાં લગભગ એક કરોડ રૂપિયા મૂલ્યની 10,000 યાબા ગોળીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે બે આરોપીઓને પણ ધરપકડ કર્યા છે.
મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, આ સફળતા બદલ શ્રીભૂમિ પોલીસની પ્રશંસા કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, બ્રેકિંગ બેડ? અસમમાં નહીં.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે 'અસમ અગેન્સ્ટ ડ્રગ્સ' અભિયાન હેઠળ રાજ્યમાં નશીલા પદાર્થોની તસ્કરી સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે પોલીસને અભિનંદન આપતાં કહ્યું કે અસમ પોલીસ એ સુનિશ્ચિત કરી રહી છે કે નશા તસ્કરોને કોઈપણ પ્રકારની રાહત ન મળે.
રાજ્ય સરકારનું કહેવું છે કે, યુવાઓને નશાથી બચાવવા અને નશીલા પદાર્થોની તસ્કરી પર અંકુશ લગાવવા માટે આ અભિયાન આગળ પણ આ જ રીતે ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ