દેશભરમાં 668 કરોડ રૂપિયાની, સાત ઈએસઆઈ આરોગ્ય યોજનાઓનું મંગળવારે થશે ઉદ્ઘાટન
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા 14 જુલાઈએ દેશભરમાં કર્મચારી રાજ્ય બીમા (ઈએસઆઈ) સાથે જોડાયેલી સાત આરોગ્ય યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેલંગાણાના સનતનગર સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં, લગભગ 668 ક
ફાતૂફ


નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા 14 જુલાઈએ દેશભરમાં કર્મચારી રાજ્ય બીમા (ઈએસઆઈ) સાથે જોડાયેલી સાત આરોગ્ય યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેલંગાણાના સનતનગર સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં, લગભગ 668 કરોડ રૂપિયાની કિંમતની આ યોજનાઓનો શુભારંભ થશે. આ યોજનાઓથી દેશભરના લગભગ 53 લાખ વીમાધારકો અને લાભાર્થીઓને આધુનિક આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર, મનસુખ માંડવિયા સનતનગર સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલના નવા બાહ્ય દર્દી વિભાગ (ઓપીડી) બ્લોકનું સીધું ઉદ્ઘાટન કરશે. સાથે જ તેઓ અન્ય છ યોજનાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. તેમાં આસામના બેલટોલામાં અદ્યતન 200 બેડની ઈએસઆઈસી હોસ્પિટલ, તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં 100 બેડની હોસ્પિટલ, આંધ્ર પ્રદેશના રાજમહેન્દ્રવરમ સ્થિત ઈએસઆઈએસ હોસ્પિટલ, ગુજરાતના સુરેન્દ્રનગર તથા રાજસ્થાનના કોટાના ઉદ્યોગ નગરમાં ઈએસઆઈ ઔષધાલય અને શાખા કાર્યાલય તેમજ રાજસ્થાનના ભવાની મંડીમાં ઈએસઆઈ ઔષધાલયનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરંદલાજે પણ ઉપસ્થિત રહેશે.

સનતનગર સ્થિત નવા ઓપીડી બ્લોકનું નિર્માણ 211.13 કરોડ રૂપિયાની કિંમતથી 43,611 ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તેમાં સામાન્ય ચિકિત્સા સહિત વિવિધ વિશેષજ્ઞ વિભાગો, આયુષ સેવાઓ, રેડિયોલોજી, યોગ, પુનર્વસન કેન્દ્ર, 180 સામાન્ય બેડ, 25 આઈસીયુ તથા 20 નવજાત ગહન સારવાર (એનઆઈસીયુ) બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ કેન્દ્ર તેલંગાણાના 12.30 લાખથી વધુ વીમાધારકો અને લાભાર્થીઓને આધુનિક સારવાર સેવાઓ પ્રદાન કરશે.

કાર્યક્રમ દરમિયાન મનસુખ માંડવિયા નિર્માણ કાર્યમાં યોગદાન આપનારા શ્રમિકોને, સન્માનિત કરશે તથા ઈએસઆઈ લાભાર્થીઓને રોકડ લાભ પણ વિતરણ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande