
ઇમ્ફાલ, નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) મણિપુર પોલીસે માદક પદાર્થોની તસ્કરી અને કાયદો-વ્યવસ્થા સંબંધિત મામલાઓમાં મોટી કાર્યવાહી કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ચલાવાયેલા અલગ-અલગ અભિયાનોમાં ત્રણ લોકોને ધરપકડ કરી છે. પોલીસે લગભગ પાંચ કિલો બ્રાઉન શુગર, 29.42 લાખ રૂપિયાની ડ્રગ્સના ધંધાથી મેળવેલી શંકાસ્પદ રકમ તથા 83,770 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
આધિકારિક માહિતી અનુસાર, બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્ટા વિસ્તારમાં પોલીસે શનિવારે એક ગ્રે રંગની ટાટા પંચ (એમએન-04પી-4706)ને રોકીને તેની તલાશી લીધી. આ દરમિયાન વાહનમાં સવાર લિલોંગ ચિંગજાઓ નિવાસી મોહમ્મદ અમજદ ખાન (47)ની ધરપકડ કરવામાં આવી. તેના કબજામાંથી લગભગ પાંચ કિલો બ્રાઉન શુગર અને 83,770 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા.
એક અન્ય કાર્યવાહીમાં હરિયાણામાં નોંધાયેલા એનડીપીએસ અધિનિયમ સંબંધિત એક કેસના સંદર્ભમાં ચુરાચાંદપુરથી દીપૂ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી 29.42 લાખ રૂપિયા રોકડા જપ્ત થયા, જેને ડ્રગ્સના ધંધાથી મેળવેલી શંકાસ્પદ રકમ જણાવવામાં આવી છે. પોલીસ અનુસાર, આરોપી ચુરાચાંદપુર જિલ્લામાં ડ્રગ્સ તસ્કરો માટે હવાલા લેવડદેવડમાં સંકળાયેલો હતો. તેને જપ્ત કરાયેલી રકમ સાથે હરિયાણા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
બીજી તરફ, લેઇમાખોંગ વિસ્તારમાં કાંતો સાબલમાં ભીડ દ્વારા ઉપદ્રવ અને પરિત્યક્ત મકાનોમાં આગ લગાવવાના પ્રયાસ સાથે જોડાયેલા મામલામાં મણિપુર પોલીસ, સીઆરપીએફ, આરએએફ અને સેનાની સંયુક્ત ટીમે હેંગજાંગ ગામના પ્રમુખ તથા લેઇમાખોંગ એરિયા પ્રોટેક્શન કમિટી (એલએપીસી)ના અધ્યક્ષ કમ્માંગ લ્હૌવુમ (65) અને ખુંખો કુકી ગામના રહેવાસી પાગિન હેંગશિંગ (30)ની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે, કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ માટે અભિયાન ચાલુ છે.........
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ