
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફાધર અમીર’ તરીકે ઓળખાતા કતરના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે તેમને એક દુરદર્શી નેતા ગણાવ્યા અને કહ્યું કે, તેમણે કતરના વિકાસ અને સમૃદ્ધિને ગતિ આપી. ‘ફાધર અમીર’નું આજે 74 વર્ષની વયે અવસાન થયું.
વડાપ્રધાને એક્સ પર કહ્યું, “અમે કતરના રાષ્ટ્રપિતા શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. એક દુરદર્શી નેતા, જેમણે કતરને વિકાસ અને સમૃદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડ્યું. અમે તેમને એક સાચા મિત્ર તરીકે પણ યાદ કરીએ છીએ.” તેમની સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે તેમને ફેબ્રુઆરી 2024માં કતરની પોતાની અગાઉની મુલાકાત દરમિયાન તેમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
વડાપ્રધાને કતરના રાષ્ટ્રપિતા શેખ તમીમ બિન હમદ અલ થાની અને સમગ્ર શાહી પરિવાર તેમજ કતરના લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે કે ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ