
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને, રવિવારે નવી દિલ્હીમાં મન્નમ સ્મૃતિ મંડપમનું ઉદ્ઘાટન કર્યું. આ મંડપમ મન્નમ ઇન્ટરનેશનલ સેન્ટરમાં આવેલો એક સ્મારક કક્ષ છે. કાર્યક્રમનું આયોજન નાયર સર્વિસ સોસાયટીની દિલ્હી શાખા તરફથી કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની મન્નથુ પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ કર્યું.
કાર્યક્રમમાં મન્નથુ પદ્મનાભનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તેમણે 1914માં નાયર સર્વિસ સોસાયટીની સ્થાપના કરી હતી અને કેરળમાં નાયર સમુદાયના ઉત્થાન માટે સામાજિક ન્યાય, શિક્ષણ, સમાનતા અને સામુદાયિક સેવાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. આ અવસરે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી અને એનએસએસ દિલ્હીના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
કાર્યક્રમને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ મન્નથુ પદ્મનાભનના સામાજિક ન્યાય, સમાનતા, શિક્ષણ અને સામુદાયિક સેવાના પ્રત્યેના આજીવન સમર્પણને રેખાંકિત કર્યું અને કહ્યું કે તેમના આદર્શો સમાવીશી અને સુસંગત સમાજ તરફ રાષ્ટ્રની યાત્રાને સતત પ્રેરણા આપે છે. તેમણે મન્નમ સ્મૃતિ મંડપમની સ્થાપના દ્વારા તેમની વારસાને સંરક્ષિત અને આગળ વધારવામાં દિલ્હી સ્થિત નાયર સર્વિસ સોસાયટીના પ્રયાસોની પ્રશંસા કરી.
આ દરમિયાન તેમણે મન્નમ ઇન્ટરનેશનલ સેન્ટરમાં સમાજ સુધારક મન્નથુ પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ અને મન્નમ સ્મૃતિ મંડપમના ઉદ્ઘાટનના અવસરે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ એક છોડ રોપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ