જૂનમાં ભારતની નિકાસ 15.5 ટકા વધીને 4૦.41 અબજ ડોલર થઈ.
- આયાત-નિકાસ વચ્ચેનો તફાવત વધવાને કારણે જૂનમાં વેપાર ખાધ 3૦.43 અબજ ડોલર થઈ. નવી દિલ્હી, 13જુલાઈ (હિ.સ.)જૂનમાં ભારતની વેપારી નિકાસ વાર્ષિક ધોરણે 15.5 ટકા વધીને 4૦.41 અબજ ડોલર થઈ, જે જૂન 2૦25 માં 34.98 અબજ ડોલર હતી. આયાત લગભગ 31 ટ
લઘીબોૂ


- આયાત-નિકાસ વચ્ચેનો તફાવત વધવાને કારણે જૂનમાં વેપાર ખાધ 3૦.43 અબજ ડોલર થઈ.

નવી દિલ્હી, 13જુલાઈ (હિ.સ.)જૂનમાં ભારતની વેપારી નિકાસ વાર્ષિક ધોરણે 15.5 ટકા વધીને 4૦.41 અબજ ડોલર થઈ,

જે જૂન 2૦25 માં 34.98 અબજ ડોલર હતી. આયાત લગભગ 31 ટકા વધીને 7૦.84 અબજ ડોલર થઈ, જેના કારણે જૂનમાં ૩૦.43 અબજ ડોલરની વેપાર ખાધ થઈ.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડામાં જણાવ્યું હતું કે,”ક્રૂડઓઇલ અને કિંમતી ધાતુઓના વૈશ્વિકભાવમાં વધારા નેકારણે નિકાસ કરતાં આયાત વધુ વધી છે. ગયા વર્ષે જૂનમાં આયાત 31 ટકા વધીને 7૦.84 અબજ ડોલર થઈ, જે ગયા વર્ષે જૂનમાં 54.૦8 અબજ ડોલર હતી. આના કારણે વેપાર ખાધ જૂન 2025

માં 19.10 અબજ ડોલરથી લગભગ 59% વધીને30.43 અબજ ડોલર થઈગઈ.”

મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ચાલુ નાણાકીય વર્ષ 2026-27

ના પ્રથમ ત્રિમાસિક ગાળાદરમિયાન (એપ્રિલ-જૂન) નિકાસ 15.92% વધીને 129.32 અબજ ડોલર થઈ. જ્યારે આયાત 19.89%

વધીને 216.18 અબજ ડોલર થઈ. સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને 11.01 અબજ ડોલર થઈ,

જે ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં7.49 અબજ ડોલર હતી.”

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે,”જૂનમાં પશ્ચિમ એશિયાઈ દેશોમાં ભારતની નિકાસ 7.29% વધીને 5 અબજ ડોલર થઈ.”“અગ્રવાલે જણાવ્યું હતું કે,”કુલ આયાતમાં વધારો ક્રૂડતેલ, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી અને કિંમતીધાતુઓની આયાતમાં વધારો થવાને કારણે થયો છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande