ભારત-બ્રિટન સીઈટીએ અમલમાં આવ્યું, ભારતની 99 ટકા નિકાસ પર શૂન્ય ડ્યુટી
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (સીઇટીએ) આજે અમલમાં આવ્યો છે. સાથે સાથે, સામાજિક સુરક્ષા સમજૂતી, જેને બેવડા યોગદાન સમજૂતી (ડીસીસી) તરીકે ઓળખવામાં આવે છે, તે પણ અમલમાં આવી હતી. આનાથી યુકેમાં
भारत और ब्रिटेन के लोगो का प्रतीकात्मक चित्र


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (સીઇટીએ) આજે અમલમાં આવ્યો છે. સાથે સાથે, સામાજિક સુરક્ષા સમજૂતી, જેને બેવડા યોગદાન સમજૂતી (ડીસીસી) તરીકે ઓળખવામાં આવે છે, તે પણ અમલમાં આવી હતી. આનાથી યુકેમાં ભારતીય વ્યાવસાયિકોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતામાં વધારો થશે.

ભારત અને યુકે વચ્ચે 24 જુલાઈ, 2025ના રોજ વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (સીઇટીએ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સીમાચિહ્નરૂપ સમજૂતી બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમજૂતીથી ભારતની લગભગ 99 ટકા નિકાસને બ્રિટિશ બજારમાં કરમુક્ત પ્રવેશ મળશે.

અર્થશાસ્ત્રીઓ તેને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મુક્ત વેપાર કરારોમાંથી એક માને છે. સાથે જ સરકારનો દાવો છે કે, આનાથી ખેડૂતો, કામદારો, એમએસએમઈ, નિકાસકારો અને સેવા ક્ષેત્રને જબરદસ્ત લાભ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ અમલમાં મુકાયેલી આ છઠ્ઠી મુક્ત વેપાર સમજૂતી છે. ભારતે અગાઉ મોરેશિયસ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલિયા, ઇ.એફ.ટી.એ. (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) અને ઓમાન સાથે આવા કરારો લાગુ કર્યા છે.

તે નોંધપાત્ર છે કે, ભારત-યુકે સીઈટીએ ના અમલીકરણથી ભારતીય ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને ખેડૂતો, ઉદ્યોગો, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને યુવા વ્યાવસાયિકોને નવી તકો મળશે. આ સમજૂતીથી ભારતની લગભગ 99 ટકા નિકાસને બ્રિટિશ બજારમાં કરમુક્ત પ્રવેશ મળશે. આ ઉપરાંત યુકેથી આવતા સંખ્યાબંધ ઉત્પાદનો પર આયાત શુલ્કમાં ઘટાડો કરવામાં આવશે. તેનાથી કિંમતોમાં ઘટાડો થશે.

હિન્દુસ્થાન સમાચાર /પ્રજેશ શંકર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande