
નવી દિલ્હી/અબુધાબી, 15 જુલાઈ (હિ.સ.). નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બુધવારે આંતરરાષ્ટ્રીય સેવાઓની શરૂઆત થઈ, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસે એરપોર્ટથી અબુધાબી માટે પ્રથમ ઉડાન ભરી.
એર ઇન્ડિયા એક્સપ્રેસે હવાઈ અડ્ડાથી અબુધાબી માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાનનું સંચાલન કર્યું. લગભગ 100 મુસાફરોને લઈને એર ઇન્ડિયા એક્સપ્રેસની ઉડાન ભારતીય સમય અનુસાર મોડી રાત્રે 2:55 વાગ્યે (આઈએસટી) રવાના થઈ. તેણે લગભગ 2.30 (અઢી કલાક) નો પ્રવાસ ખેડીને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) ના અબુધાબી હવાઈ અડ્ડા પર લેન્ડિંગ કર્યું.
એરલાઇન અનુસાર, આ ઉડાન એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737 મેક્સ 8 વિમાન દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. ઉડાન ભરતા પહેલા વિમાનના પાઇલટે તેને એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ યાત્રા ગણાવી. આ ઉડાન સાથે ઝડપથી બગડી શકે તેવા (પેરિશેબલ) ઉત્પાદનોની પ્રથમ આંતરરાષ્ટ્રીય ખેપ પણ મોકલવામાં આવી. એર ઇન્ડિયા એક્સપ્રેસ અઠવાડિયામાં 3 વાર અબુધાબી માટે ઉડાનોનું સંચાલન કરશે.
નોંધનીય છે કે 25 ડિસેમ્બર, 2025 ના રોજ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઘરેલું સેવાઓ શરૂ થઈ હતી. આ એરપોર્ટનો વિકાસ ઘણા તબક્કામાં નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એનએમઆઈએએલ) કરી રહી છે. આ એક વિશેષ એકમ છે, જેમાં એએએચએલ નો 74 ટકા હિસ્સો છે, જ્યારે બાકીનો હિસ્સો સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) પાસે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ