અમરનાથ યાત્રાના 4600 થી વધુ યાત્રાળુઓનો નવો જથ્થો જમ્મુથી રવાના
જમ્મુ, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). કડક સુરક્ષા વચ્ચે શુક્રવારે અમરનાથ યાત્રાના 4600 થી વધુ યાત્રાળુઓનો એક નવો જથ્થો ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના બે બેઝ કેમ્પ માટે રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું કે
અમરનાથ યાત્રાના 4600 થી વધુ યાત્રાળુઓનો નવો જથ્થો જમ્મુથી રવાના


જમ્મુ, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). કડક સુરક્ષા વચ્ચે શુક્રવારે અમરનાથ યાત્રાના 4600 થી વધુ યાત્રાળુઓનો એક નવો જથ્થો ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના બે બેઝ કેમ્પ માટે રવાના થયો.

અધિકારીઓએ જણાવ્યું કે, આજે સવારે 4640 યાત્રાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી 171 વાહનોના કાફલામાં રવાના થયા, જેમાં હળવા અને ભારે મોટર વાહનોનો સમાવેશ થતો હતો. આ જથ્થામાં બાલટાલ માટે 1626 અને પહેલગામ માટે 3014 યાત્રાળુઓનો સમાવેશ થતો હતો. તેઓ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ યાત્રા માટે રવાના થયા. યાત્રા સુરક્ષિત અને સુચારુ રૂપે થાય તે માટે સિવિલ પ્રશાસન, પોલીસ, સુરક્ષા દળો અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે મળીને વ્યવસ્થા કરી હતી.

અમરનાથ યાત્રાએ માત્ર 14 દિવસમાં 3 લાખનો આંકડો પાર કરીને એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રાળુઓને અપીલ કરી છે કે, તેઓ પુષ્ટિ થયેલ નોંધણી અને નિર્ધારિત તારીખે જ યાત્રા કરે, કારણ કે નોંધણી વગરના કોઈપણ યાત્રાળુને બેઝ કેમ્પ સુધી જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande