ભારત-અમેરિકા વેપાર કરારના વિરોધમાં, દિલ્હીની શંભુ અને ખનૌરી સરહદ પર પંજાબના હજારો ખેડૂતો એકઠા થયા
- પોલીસે અવરોધ લગાવીને દિલ્હી કૂચ કરતા રોક્યા, સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ બની ચંદીગઢ, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). ભારત-અમેરિકા વેપાર કરારના વિરોધ માટે પંજાબના અલગ-અલગ જિલ્લાઓમાંથી દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને શંભુ સરહદ પર રોકી લેવામાં આવ્યા. મંગળ
ખેડૂતોનું આંદોલન


- પોલીસે અવરોધ લગાવીને દિલ્હી કૂચ કરતા રોક્યા, સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ બની

ચંદીગઢ, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). ભારત-અમેરિકા વેપાર કરારના વિરોધ માટે પંજાબના અલગ-અલગ જિલ્લાઓમાંથી દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને શંભુ સરહદ પર રોકી લેવામાં આવ્યા. મંગળવારે ભારે વરસાદ છતાં ખેડૂતોએ શંભુ સરહદ પર જ ધરણાં શરૂ કરી દીધા. પોલીસ અવરોધો તોડીને હરિયાણાના રસ્તે દિલ્હી જવાનો પ્રયાસ કરી રહેલા ઘણા ખેડૂતોને પોલીસે અટકાયતમાં પણ લીધા.

પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં ખેડૂત નેતાઓને ઘરોમાં નજરકેદ કરીને પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડૂતો સવારે જ દિલ્હીમાં કિસાન ઘાટ જવા માટે પટિયાલા-અંબાલા વચ્ચે બનેલી શંભુ સરહદ અને સંગરુર-જીંદ વચ્ચે બનેલી ખનૌરી સરહદ પર પહોંચી ગયા. આની જાણ થતાં જ હરિયાણા પોલીસે બંને સરહદો પર અવરોધો ઊભા કરીને તેમને સીલ કરી દીધા. આવા સંજોગોમાં ખેડૂતો આગળ જઈ શક્યા નહીં. હરિયાણા તરફથી બંને સરહદો પર ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. સરહદ પર જેસીબી મશીનો, વજ્ર વાહનો તથા આંસુ ગેસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

પંજાબના વિવિધ જિલ્લાઓમાંથી આવતા ખેડૂતો શંભુ તથા ખનૌરી સરહદ પર એકઠા થઈ ગયા છે. ત્યાં કાયમી મોરચો સ્થાપવાની તૈયારી કરવામાં આવી રહી છે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવણ પંઢેર આનું નેતૃત્વ કરી રહ્યા છે. શંભુ સરહદ બંધ કરવાથી જાલંધર-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે વાહનવ્યવહાર વાળ્યો છે.

આ દરમિયાન હરિયાણાના કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણા સાથે ખેડૂત નેતાઓની બેઠક થઈ, જેના પછી ખેડૂત નેતા સરવણ પંઢેરે કહ્યું કે, કૃષિ મંત્રી રાણા તરફથી કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલા ખેડૂત નેતાઓને જલદી જ મુક્ત કરવામાં આવશે. પંઢેરે કહ્યું કે ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીની મુક્તિ પછી આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ દરમિયાન અમેરિકા-ભારત વેપાર કરાર પર પણ વાતચીત થશે.

આ પહેલાં ખેડૂત આંદોલનને કારણે હરિયાણા-પંજાબની શંભુ સરહદ 13 મહિના (લગભગ 401 દિવસ) બંધ રહી હતી. 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ સીલ થયા પછી ઉચ્ચ ન્યાયાલયના આદેશ પર તેને 20 માર્ચ, 2025 ના રોજ ખોલવામાં આવ્યું. હવે તેને હાલ પૂરતું ફરીથી બંધ કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / રામાનુજ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande