
રાયપુર, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સ્વરૂપમાં વિકસિત છત્તીસગઢનું ચાંપા રેલવે સ્ટેશન હવે મુસાફરોની સેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરના 75 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે. આ યાદીમાં બિલાસપુર રેલ મંડળનું ચાંપા સ્ટેશન તથા રાયપુર મંડળના સરોના અને બાલોદ રેલવે સ્ટેશન પણ સામેલ છે.
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ચાંપા, રાયપુર મંડળના સરોના અને બાલોદ રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. સ્ટેશન પર આકર્ષક ભવન, બહેતર પ્રતીક્ષા કક્ષ, દિવ્યાંગજન-અનુકૂળ સુવિધાઓ, આધુનિક પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને યાત્રી સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને સુખદ યાત્રાનો અનુભવ મળશે.
આ પરિયોજના માત્ર ક્ષેત્રના રેલવે માળખાકીય સુવિધાને મજબૂત કરશે નહીં, પરંતુ સ્થાનિક વેપાર, રોજગાર અને પ્રાદેશિક વિકાસને પણ નવી ગતિ પ્રદાન કરશે. અમૃત ભારત સ્ટેશન યોજનાનો ઉદ્દેશ્ય દેશભરના રેલવે સ્ટેશનોને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરીને તેમને આધુનિક, સુરક્ષિત, સુગમ અને યાત્રી-કેન્દ્રિત બનાવવાનો છે. આ દિશામાં ચાંપા સ્ટેશનનો પુનર્વિકાસ ક્ષેત્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માનવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / કેશવ કેદારનાથ શર્મા / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ